અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી મહા રક્તદાન શિબિરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ રક્તદાનનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ હોવાનું જણાવ્યું.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને દેશના વિકાસ માટે સમર્પિત રહ્યું હોવાનું કહ્યું. તેમણે આ મહા રક્તદાન શિબિરના આયોજનની પણ પ્રશંસા કરી.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 3:08 પી એમ(PM)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિર યોજાયુ.