ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો.

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. વરસાદના અમી છાંટણાથી આજે રથયાત્રાનો પ્રારંભ થયો. આ પહેલા ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, ભાઈ બળભદ્રજીને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાવાયા. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સાંભળીએ અમદાવાદના પ્રતિનિધિનો અહેવાલ.
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ રથયાત્રા યોજાઈ છે. ભાવનગરમાં આજે સવારે આઠ વાગ્યે ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાનું પ્રસ્થાન થયું. અમદાવાદ પછી રાજ્યની બીજા ક્રમાંકની ગણાતી રથયાત્રાના કારણે ભાવનગર આજે કેસરિયા માહોલમાં ભગવાન જગન્નાથજીની રંગે રંગાયું છે.
બોટાદમાં આજે અષાઢી બીજ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવને રથયાત્રાના દિવ્ય શણગાર અને 300 કિલો જાંબુ, 200 કિલો મગ અને ચણાનો અન્નકૂટ ધરાવાયો.
મહેસાણાના વિવિધ તાલુકામાં પણ આજે રથયાત્રા યોજાઈ. મહેસાણા નજીક આવેલા ઇસ્કૉન મંદિરના ઉપક્રમે બપોરે અવસર પાર્ટી પ્લેટથી નીકળી શહેરના વિવિધ જાહેર માર્ગ પર નીકળશે.