આણંદ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં અમદાવાદના બીજા ક્રમાંકિત ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના પ્રથમ મડલાણીને 4-1થી હરાવીને પુરુષોનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં આ સરળ જીત સાથે, ચિત્રાક્ષે ભાવનગરમાં આયોજિત ઓપનિંગ સ્ટેટ મીટમાં પુરુષોનો ખિતાબ જીત્યા બાદ રાજ્ય રેન્કિંગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું.
છોકરાઓની અંડર-19ની સ્પર્ધાની રોમાંચક ફાઇનલ મેચમાં, આઠમા ક્રમાંકિત સુરતના આયુષ તન્નાએ અમદાવાદના હિમાંશ દહિયાને 4-2થી હરાવીને સિઝનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો. જ્યારે અમદાવાદના અભિલક્ષ પટેલને ત્રીજા ક્રમાંકિત આર્ય કટારિયાને 3-1થી હરાવીને છોકરાઓની અંડર-17નો ખિતાબ જીત્યો.
Site Admin | જુલાઇ 12, 2025 7:03 પી એમ(PM)
અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ખિતાબ જીત્યો