રેલવે સુરક્ષા દળ – RPF દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશેષ અભિયાન ચલાવી નિયમોનું ઉલ્લંઘન કરનાર રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ગઇકાલે કાર્યવાહી દરમિયાન 6 રીક્ષા જપ્ત કરાઇ અને સંબંધિત રીક્ષા ચાલકો સામે રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. RPFને રીક્ષા ચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવું તથા નિર્ધારિત દરો કરતાં વધુ ભાડું વસૂલવા અંગે સતત ફરિયાદો મળી હતી.મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે આવા કેસોમાં કાર્યવાહી સતત ચાલુ રહેશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 9:35 એ એમ (AM)
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ગેરવર્તણુંક કરનારા છ રિક્ષાચાલકો સામે રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી