જાન્યુઆરી 13, 2026 9:15 એ એમ (AM)

printer

અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ગઇકાલે પ્રારંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી મોદી અને શ્રી ફ્રેડરિક મેએત્સ અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે ગુજરાતના બેડાં રાસ, કુચિપુડી, ભરત નાટ્યમ સહિતની નૃત્યકળા અને મલખમ જેવી પ્રાચીન અંગ કસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંને દેશના મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.પતંગ મહોત્સવમાં આજે સાંજે સાત વાગે 108 કલાકારો દ્વારા ભવ્ય સિમ્ફની પ્રદર્શન અને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કારશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.