અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત મહામંડળ – ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલ 2025માં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ઇજિપ્તના કાહિરામાં યોજાયેલી ISSF સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર ઍ રાયફલ ઑલિમ્પિક ઇવેન્ટમાં ઑલિમ્પિયન ઍલાવેનિલ વલારિવને વ્યક્તિગત વર્ગ અને ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યાં છે.
તેમણે પોતાની કારકિર્દીનો પહેલો વિશ્વ વિજેતાનો ચંદ્રક પણ પોતાનાં નામે કર્યો. તેમણે ફાઈનલમાં દક્ષિણ કૉરિયાનાં ઑલિમ્પિક વિજેતા બન હ્યો જિન અને ચીનનાં વાન્ગ ઝિફેઈન પછી ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે. આ સાથે જ ઍલાવેનિલ વલારિવાન મહિલાઓની 10 મીટર ઍર રાયફલ સ્પર્ધામાં વિશ્વ વિજેતાનો વ્યક્તિગત ચંદ્રક જીતનારાં ત્રીજા ભારતીય નિશાનેબાજ બની ગયાં છે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:30 પી એમ(PM)
અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને ઇજિપ્તમાં યોજાયેલી ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં