રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો શુભારંભ કરાવ્યો. શ્રી સંઘવીએ કહ્યું, યુવા રમતવીરોનું સ્વપ્ન પૂરું કરવા સરકાર કટિબદ્ધ છે. 5600 ખેલાડીઓને દર વર્ષે એક લાખ 60 હજાર રૂપિયાની સહાય દ્વારા રાજ્ય સરકાર તાલીમ આપે છે.
આ વખતે ખેલ મહાકુંભમાં વિક્રમજનક 72 લાખ 57 હજાર 887 લોકોએ નોંધણી કરાવી છે. ખેલ મહાકુંભમાં 6 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન તાલુકા કક્ષાની સ્પર્ધા, 11 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન જિલ્લા કક્ષાની સ્પર્ધા, એક ડિસેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ઝોન કક્ષાની સ્પર્ધા અને 16 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી દરમિયાન રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 7:48 પી એમ(PM)
અમદાવાદથી ખેલ મહાકુંભ 2025નો આજે શુભારંભ