ડિસેમ્બર 5, 2025 10:36 એ એમ (AM)

printer

અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં ઓટીપી આધારિત તત્કાલ ટિકીટ બૂકીંગ સુવિધા શરૂ

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડની સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ ઓટીપીની ચકાસણી બાદ જ જારી કરવામાં આવશે.આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપી આવ્યાની ચકાસણી થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે. આ ઓટીપી આધારિત તત્કાલ પ્રમાણિકરણ પ્રણાલી આજ થી સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અમદાવાદ–પુણે દૂરંતો એક્સપ્રેસ, સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ, હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં અમલી બનશે. નવી પ્રણાલી કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે.