ડિસેમ્બર 9, 2025 9:28 એ એમ (AM)

printer

અમદવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિષ કરતા પોલીસે પગમાં ગોળી મારી, આરોપીએ હુમલા કરતા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત

અમદાવાદમાં દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાના આરોપમા પકડાયેલા એક આરોપીએ ભાગવાની કોશિષ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના P.I. દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. ગોળી આરોપીના પગમાં વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ભાગવાના પ્રયાસ દરમિયાન આરોપીએ એક કોન્સ્ટેબલને પણ ઘાયલ કર્યો હતો. તેમ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે કહ્યુ હતું.