ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 8, 2024 1:57 પી એમ(PM)

printer

અબુ ધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારતની મુલાકાતે

સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
આ મુલાકાતનો ઉદ્દેશ્ય UAE અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિનિધિમંડળ પણ છે.
શ્રી ખાલિદ આર્થિક સહયોગ વધારવા માટે ભારતમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં અમીરાત અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરતા અનેક કાર્યક્રમમાં ભાગ લેશે.
UAE અને ભારત વચ્ચે આર્થિક વિકાસ, રોકાણ, વેપાર અને આબોહવા પરિવર્તન નિયંત્રણના ક્ષેત્રોમાં હાલની ભાગીદારી રચનાત્મક સહયોગનું આંતરરાષ્ટ્રીય મોડેલ બની ગયું છે. બંને દેશોએ વૈશ્વિક સ્થિરતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.