ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 8, 2024 7:40 પી એમ(PM)

printer

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સૌપ્રથમ વાર ભારતની ત્રણ દિવસની મુલાકાતે

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ,શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે સંયુક્ત આરબ અમીરાતના અનેક મંત્રીઓ અને એક ઉદ્યોગપતિઓનું જુથ પણ છે. તેઓ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરશે. ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટની મુલાકાત પણ લેશે. મંગળવારે તેઓ એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈની મુલાકાત લેશે, જેમાં બંને દેશોના ઉધ્યોગપતિઓ પણ ભાગ લેશે. તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિશાળ ક્ષેત્રોમાં ખૂબ ગાઢ બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત મજબૂત ભારત-યુએઈ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.