અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની ભારતની મુલાકાતે આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.તેમની સાથે યુએઈ સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ હશે.
વિદેશમંત્રાલયે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 9 સપ્ટેમ્બરે અબુ ધાબીના ક્રાઉનપ્રિન્સ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરશે. તેઓરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પણ જશે.
10 સપ્ટેમ્બરના રોજ, ક્રાઉન પ્રિન્સએક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે જેમાં બંને દેશોના બિઝનેસ લીડર્સ ભાગ લેશે.