ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2025 2:56 પી એમ(PM)

printer

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીનો બહિષ્કાર કર્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરાયેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ સ્થાનિક ક્રિકેટરો – કબીર આગા, સિબગતુલ્લાહ અને હારુનના મોત બાદ લેવાયો છે. આ હુમલામાં અનેક નાગરિકોના મોત થયા હતા. અગાઉ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-ICCએ યુવા ક્રિકેટરોના મોત અંગે એક નિવેદનમાં હિંસાના આ કૃત્યની નિંદા કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ પણ અફઘાન ક્રિકેટરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.