નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM)

printer

અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપને કારણે દસના મોત 260 ઇજાગ્રસ્ત

ગઈકાલે રાત્રે ઉત્તર અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં દસ લોકો માર્યા ગયા હતા અને 260 લોકો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો અને દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય, પશ્ચિમ, ઉત્તર, ઉત્તર-પૂર્વ અને પૂર્વીય ઝોન સહિત અનેક પ્રદેશોને હચમચાવી નાખ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ મઝાર-એ-શરીફ શહેર નજીક ખોલ્મમાં નોંધાયું હતું, જ્યાં મોટાભાગનું નુકસાન થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.