અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને નાની ઉંમરે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે.એક નિવેદનમાં, યુનિસેફે ચેતવણી આપી કે, 2025ના અંત સુધીમાં 2.2 મિલિયનથી વધુ કિશોરીઓ શાળામાંથી દૂર રહેશે. એજન્સીએ તેમને તાત્કાલિક પ્રતિબંધો હટાવીને પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સ્તરે દરેક છોકરીને શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી. ઓગસ્ટ 2021માં સત્તા કબજે કર્યા પછી તરત જ તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે માધ્યમિક શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:07 એ એમ (AM)
અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન
