અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું છે કે પાકિસ્તાન સાથેની સરહદી અથડામણમાં અફઘાનિસ્તાને હુમલાનો જવાબ આપ્યો છે.
નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલા પછી જ અફઘાનિસ્તાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.
હાલમાં ભારતના પ્રવાસે આવેલા શ્રી મુત્તાકીએ કહ્યું કે અફઘાનિસ્તાનના મિત્ર દેશો એવા કતાર અને અન્ય આરબ રાષ્ટ્રોએ તેમને યુદ્ધ બંધ કરવા કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે વાતચીત દ્વારા ઉકેલ શક્ય છે યુધ્ધથી કંઇ વળવાનું નથી.
Site Admin | ઓક્ટોબર 14, 2025 2:08 પી એમ(PM)
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલાનો અફઘાનિસ્તાને જવાબ આપ્યો છે