જાન્યુઆરી 20, 2026 8:15 એ એમ (AM)

printer

અફઘાનિસ્તાનના કાબુલમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટમાં એક ચીની નાગરિક સહિત સાતના મોત

અફઘાનિસ્તાનમાં, કાબુલના શહેર-એ-નાવ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં એક ચીની નાગરિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા, જ્યારે એક ડઝન લોકો ઘાયલ થયા.આ વિસ્ફોટ ચીની મુસ્લિમો અને અફઘાન લોકો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા રેસ્ટોરન્ટમાં થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ જણાવ્યું કે વિસ્ફોટમાં મૃત્યુ અને ઇજા બંને થઈ છે પરંતુ તેમની પાસે સંખ્યા અંગે કોઈ વિગતો નથી. ઇસ્લામિક સ્ટેટની અફઘાન શાખાએ સોમવારના હુમલાની જવાબદારી સ્વીકારી હતી, એક નિવેદનમાં કહ્યું હતું કે તે એક આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો.