અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ આજે ભારતની મુલાકાત પૂર્ણ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન મંત્રી અઝીઝીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો, જોડાણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી.
અફઘાન વિદેશ મંત્રીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. તેમણે વેપાર સુવિધા, જોડાણ અને ક્ષમતા નિર્માણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મંત્રી અઝીઝીએ ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની પણ મુલાકાત લીધી હતી. અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળે કૃષિ ઉત્પાદનો, દવા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવાના માર્ગો પર ચર્ચા કરી.
Site Admin | નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM)
અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે મુલાકાત કરી