અફઘાનિસ્તાનમાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ઈરાનને હેરાત શહેરને જોડતા હાઇવે પર એક મુસાફર બસ બાઈક અને મીની-ટ્રક સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. મહિલાઓ અને બાળકો સહિત ઘણા પીડિતો ઈરાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થીઓ હતા. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘણા મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની હતી.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:33 પી એમ(PM)
અફઘાનિસ્તાનનાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો
