ઈ-સમૃદ્ધિ પોર્ટલ અપડેશન બાદ નોંધણી માટે આજથી પુનઃ કાર્યરત થયું છે. ખેડૂતો આગામી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ગઇકાલથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ થઇ હતી, પરંતુ એક સાથે અનેક ખેડૂતોએ નોંધણી કરાવતાં પોર્ટલમાં ટેક્નિકલ ખામી આવી હતી. જો કે આજે ફરી પોર્ટલ શરૂ થતાં ખેડૂતો નોંધણી કરાવી શકશે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)
અપડેશન બાદ ઇ-સમૃદ્ધિ પૉર્ટલ પર ખેડૂતો માટે આજથી ઑનલાઈન નોંધણી ફરી શરૂ