ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં વધારો કર્યો

ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી 710 ડોલરથી વધારીને 1,600 ડોલર કરી છે.
આ પગલાથી ઓસ્ટ્રેલિયા દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આઅ નિયમ થકી સંભવિત વિદ્યાર્થીઓને અન્ય દેશમાં અભ્યાસ માટે જશે.
વધુમાં આ નિયમ હેઠળ જેઓ ટેમ્પરરી ગ્રેજ્યુએટ, વિઝિટર અને મેરીટાઇમ ક્રૂ વિઝા પર હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે નહીં.
દરમિયાન, આ નવા વધારા અંગે ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું હતું કે આ વધારાની આવક શિક્ષણમાં વિવિધ નવી પહેલ માટે ભંડોળ પૂરું પાડશે.