અન્ન અને પીણા ઉદ્યોગનાં વિશ્વનાં સૌથી મોટાં કાર્યક્રમ ગલફુડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફહોસ્ટ 2024નો આજે દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પ્રારંભ થયો છે. ભારતનાં પેવેલિયનમાં 198 કંપનીઓની ભાગીદારી સાથે આ કાર્યક્રમમાં નવો વિક્રમ સર્જાયો છે.
દુબઇનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આવતી કાલ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 21 હોલમાં 100થી વધુ દેશોનાં 3000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનમાં અગ્રણી કંપનીઓએ અત્યાધુનિક પ્રોસેસિંગ, પેકેજિંગ, ઇન્ગ્રિડિયન્ટ્સ, સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને ઓટોમેશન ટેકનોલોજી રજૂ કરી છે.
સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયા અને એન્જિનિયરીંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ભારતીય પેવેલિયનમાં ભારતનાં મૂલ્ય-વર્ધિત કૃષિ ઉત્પાદકો, પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ભાગ લીધો છે.
Site Admin | નવેમ્બર 6, 2024 2:29 પી એમ(PM)
અન્ન અને પીણા ઉદ્યોગનાં વિશ્વનાં સૌથી મોટાં કાર્યક્રમ ગલફુડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફહોસ્ટ 2024નો આજે દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પ્રારંભ થયો
