અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને e-KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬ લાખ રેશનકાર્ડનાં ૭૮ લાખ લાભાર્થીઓની e-KYC વેરીફીકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર- ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા e-KYC કરાવી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:01 પી એમ(PM)
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને e-KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો
