ઓક્ટોબર 11, 2025 7:42 પી એમ(PM)

printer

અનેક નામાંકિત ફિલ્મી કલાકારોની ઉપસ્થિતીમાં અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ થોડીવારમાં શરૂ થશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે એક્કા એરેના ક્લબ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહ્યો છે. જેમાં ફિલ્મ અને મનોરંજન જગતને લગતી જાણીતી હસ્તીઓ અને ફિલ્મ કલાકારો, પ્રોડ્યુસર, ડાયરેક્ટર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે. નામાંકિત ફિલ્મી હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.