ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટાવર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચઅદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધીશડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યુંહતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અનેજનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાંવર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્યો હતો.આ ચૂકાદામાં જણાવાયું હતું કે, શિક્ષણનાં પ્રવેશ અને જાહેર નોકરીઓમાંઅનામત માટે અનુસુચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી. ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યુ હતું કે, પેટા વર્ગીકરણથી બંધારણની 14મી કલમનોભંગ નથી થતો અને કલમ 15 અને 16 રાજ્યોને જ્ઞાતિનું પેટા વર્ગીકરણ કરતા અટકાવતી નથી.અગાઉ, 8 ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે આ કેસમાંતેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.