ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 3:27 પી એમ(PM)

printer

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે.
આદિવાસીઓની મોટી વસતિ ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. કેવડિયા, ગરુડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રહ્યું છે, જ્યારે રાજપીપળામાં મોટા ભાગની દુકાનો ખુલ્લી રહી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલીમાં તમામ લારી, ગલ્લા અને દુકાનો બંધ રહ્યા હતા.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બંધના એલાનને વેપારીઓએ સમર્થન આપતાં નગરની તમામ દુકાનો બંધ રહી હતી. નગરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી.
98 ટકા આદિવાસી બાહુલ્યતા ધરાવતા ડાંગ જિલ્લામાં બંધની કોઈ અસર દેખાઈ નથી. આહવા અને વઘઈ તાલુકાના તમામ બજારો ખુલ્લા રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ