રાજ્યના અનુસુચિત જાતિના 510 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 20 કરોડ રૂપિયાનું ધિરાણ પૂરું પડાશે.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. જે અંતર્ગત પસંદગી પામેલા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે.આ પ્રસંગે શ્રીમતી બાબરિયાએ જણાવ્યુ કે વર્ષ 2025-26 માટે અનુસૂચિત જાતિ વિકાસ નિગમની વિવિધ યોજના માટે રાજ્યમાંથી કુલ 13 હજાર 209 અરજીઓ મળી હતી. જેમાં ઓનલાઇન ડ્રો દ્વારા 1 હજાર 275 લાભાર્થીઓની પસંદગી કરાઇ છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 9:15 એ એમ (AM)
અનુસુચિત જાતિના 510 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે 20 કરોડ રૂપિયાનું ધિરાણ અપાશે