જૂન 7, 2025 9:22 એ એમ (AM)

printer

અનમોલ કિંગ હાલાર અને આર્યન સોરઠ લાયન્સની મેચ સાથે સૌરાષ્ટ્ ક્રિકેટ લીગનો આજથી આરંભ થશે

સૌરાષ્ટ્ર લીગનો આજથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રારંભ થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સાંજે ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે.અનમોલ કિંગ્સ હાલાર અને આર્યન સોરઠ લાયન્સ વચ્ચે પહેલી મેચ રમાશે. આ લીગમાં 5 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 21 મેચ રમાશે. પ્રથમ મેચ બાદ ઓપનિંગ સેરેમની યોજાશે. લીગની ફાઈનલ મેચ 20મી જૂને રમાશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, દીતા ગોહીલવાડ ટાઈટન્સ, જેએમડી કચ્છ રાઈડર્સ અને RVM ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ એમ કુલ 5 ટીમો ભાગ લઈ રહી છે.