સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે. જ્યારે અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાનું સત્ર પ્રથમ સ્થગિત કર્યા બાદ ફરી મળ્યું ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષી સભ્યોને ગૃહને સામાન્ય રીતે ચાલવા દેવા અપીલ કરી હતી. પરંતુ ભારે શોરબકોર થતાં તેમણે ગૃહની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરી હતી. અગાઉ, જ્યારે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે આજે સવારે ગૃહની બેઠક મળી, ત્યારે ગૃહે આજે તેના છ ભૂતપૂર્વ સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Site Admin | નવેમ્બર 25, 2024 2:30 પી એમ(PM)
અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી
