ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અદાણી જૂથ અને સેબીએ હિડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યાં

અદાણી ગ્રૂપે હિંડનબર્ગના આરોપોને પાયા વિહોણા અને ગેર માર્ગે દોરવતા ગણાવ્યાં હતાં… સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, અદાણી જૂથે જણાવ્યું હતું કે તે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે જૂથે કહ્યું છેકે સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવ્યા છે.
સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચે હિંડનબર્ગ દ્વારા તેમની સામે લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ) એ જણાવ્યું હતું કે હિન્ડેનબર્ગ માર્કેટ ઇકોસિસ્ટમમાં રોકાણકારોમાં અવિશ્વાસ ઉભો કરવાનંહ પ્રયાસો કરી રહ્યું છે..
વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે અને ઈન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ મોહનદાસ પાઈએ તેને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યાં હતાં..