ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 2:50 પી એમ(PM)

printer

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે. આજે સવારે અંદાજિત 4 હજાર 700 જેટલા શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનાગર યાત્રી નિવાસ કેમ્પથી કાશ્મીર જવા રવાના થયા હતા. આજે વહેલી સવારે ત્રણ વાગે ભક્તોએ બેઝ કેમ્પ છોડ્યો હતો. અંદાજીત સાડા ત્રણ હજાર જેટલા પુરુષો, એક હજારથી વધારે મહિલાઓ સહિત અન્ય શ્રદ્ધાળુઓએ આજે વહેલી સવારે 183 વાહનોના કાફલામાં પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયા હતા. અમરનાથ ગુફા કાશ્મીરમાં દરિયાઇ સપાટીથી 3 હજાર 888 મીટરની ઊંચાઈએ આવેલી છે.
ભક્તો દક્ષિણ કાશ્મીરનાં પહલગામ અથવા ઉત્તર કાશ્મીરનાં બાલતાલના પરંપરાગત માર્ગથી ગુફા સુધી પહોંચે છે. યાત્રાની પૂર્ણાહૂતિ 29 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધનનાં રોજ થશે.