સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે અને મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે જેથી કરીને સશસ્ત્ર દળો વૈશ્વિક પરિદ્રશ્યમાં ભવિષ્ય માટે મજબૂત અને લવચીક બની રહે. તેઓ નવી દિલ્હીમાં 62મી નેશનલ ડિફેન્સકોલેજના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.તેમણે કહ્યું કે હાલમાં યુદ્ધભૂમિનો વ્યાપ સમુદ્ર, હવા અને પરંપરાગત યુદ્ધક્ષેત્રોથી આગળ વિસ્તર્યો છે. તેમણે કહ્યું કે AI પાસે આગાહી કરવાની અને નિર્ણયો લેવાની અભૂતપૂર્વ ક્ષમતા છે. આ પ્રસંગે શ્રી સિંહે જણાવ્યું હતુંકે આ કોર્સ વિદ્યાર્થીઓના કૌશલ્યમાં વધારો કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વર્તમાન વૈશ્વિક સંરક્ષણ પરિદ્રશ્યમાં ટેકનોલોજી અને વૈશ્વિક સંબંધોના ક્ષેત્રમાં વ્યૂહાત્મક નિષ્ણાતોની સંખ્યા વધુ હોવી જોઈએ.
Site Admin | ઓક્ટોબર 19, 2024 6:15 પી એમ(PM)
અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે :સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
