અતિવૃષ્ટીની સ્થિતિને કારણે નાગાલેન્ડમાં વ્યાપક વિનાશ થયો છે, જેમાં અનેક જિલ્લાઓમાંથી ભારે પૂર, ભૂસ્ખલન અને માળખાગત સુવિધાઓને નુકસાન થયાના અહેવાલો છે. એસ. ડી. એમ. એ. એ જણાવ્યું કે, મકાનો, રસ્તાઓ, પુલો, ખેતરો અને ખેતીને નુકસાન થયાના અસંખ્ય અહેવાલો મળ્યા છે.તંત્ર દ્વારા રાહત શિબિરો શરૂ કરી દેવાઇ છે. વિવિધ એજન્સીઓ યુધ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. ભૂસ્ખલનને કારણે મોનથી લોંગલેંગ જિલ્લાને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે. મોકોકચુંગ જિલ્લાના ચાંગકી અને લોંગકોંગ ગામોમાં ભૂસ્ખલન થયું છે, જેનાથી રસ્તાઓ અને પાઈપલાઈનને નુકસાન થયું છે. તુએનસાંગમાં, ચેરે ટાઉન ખાતે એનએચ-202નો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા.
Site Admin | જુલાઇ 8, 2025 7:57 એ એમ (AM)
અતિવૃષ્ટીને પગલે નાગાલેન્ડમાં થયેલા વિનાશને કારણે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અસરગ્રસ્તો માટે રાહત શિબિર શરૂ