ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર વરસાદી માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો જોકે તેની ઉજવણીમાં વરસાદી વિઘ્ન ઉભુ થયું હતું.. અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં તેની ઉજવણી થઇ હતી..જોકે ભારે વરસાદની અસર ઉજવણીમાં વર્તાઇ હતી..તેમ છતાં પણ ઉજવણી કરવામાં આવી હતી.. મધ્યરાત્રીના બાર વાગ્યાના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ મનાવાયો હતો.. મંદિરો , સોસાયટીમાં પણ મોડીરાત્રે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.
આજે હવે આ જન્માષ્ટમી બાદ પારણા કરવામાં આવી રહ્યાં છે.. આજે જન્માષ્ટમીના પારણા કરવામાં આવશે.. તેમજ મંદિરોમાં પણ પારણા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે..આ ઉપરાંત મંદિરોમાં અને લોકોના ઘરોમાં પૂજન અર્ચન અને નૈવેદ્ય ધરાવવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:03 એ એમ (AM)
અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી
