ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી વિસ્તારમાં ગઈકાલે ખીર ગંગા નદી પર વાદળ ફાટવાથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે થઇ રહી છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય સેના, NDRF, SDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓ સક્રિયપણે કામગીરીમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ કાર્ય દરમિયાન આર્મીના 11 જવાનો ગુમ થયા હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને દેહરાદૂન સ્થિત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે ITBP, SDRF, NDRF અને સ્થાનિક રહેવાસીઓ રાહત અને બચાવ પ્રયાસો હાથ ધરવા માટે સંકલનમાં કામ કરી રહ્યા હોવાનું ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું.
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તેમને ચાલી રહેલા રાહત કાર્યો વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો તેમની સહાય બદલ આભાર માન્યો અને ખાતરી આપી કે તમામ અસરગ્રસ્ત વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 1:44 પી એમ(PM)
અતિભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં યુધ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી
