નવેમ્બર 14, 2024 6:36 પી એમ(PM) | અઝરબૈજા

printer

અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેંકિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેંકોએ અશ્મિભૂત ઈંધણ બિન-પ્રસાર સમજૂતીને બહાલી આપી

અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેંકિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેંકોએ અશ્મિભૂત ઈંધણ બિન-પ્રસાર સમજૂતીને બહાલી આપી છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા આ પહેલનું પ્રથમ સામૂહિક સમર્થન છે. આ સંધિ નવો કોલસો, તેલ અને ગેસ પ્રોજેક્ટ્સના વિસ્તરણને રોકવા માટે વૈશ્વિક સ્તરે બંધનકર્તા યોજનાની દરખાસ્ત કરે છે. અશ્મિભૂત ઇંધણ બિન-પ્રસાર સંધિને બહાલી આપીને, આ 25 બેંકોએ નાણાકીય ક્ષેત્રને આબોહવા પરિવર્તન સામે અર્થપૂર્ણ પગલાં લેવા વિનંતી કરી છે.
આ વૈશ્વિક જોડાણની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. તે 70 બેંકોનું નેટવર્ક છે, જે વિશ્વના દરેક મોટા ક્ષેત્રમાં કાર્યરત છે. સામૂહિક રીતે, આ બેંકો એકસો સત્તર અબજ અમેરિકન ડોલરનું સંચાલન કરે છે અને સમગ્ર વિશ્વમાં 11.3 કરોડથી વધુ લોકોને સેવા આપે છે. આબોહવા કટોકટી સામે લડવા માટે સમૃદ્ધ દેશો પાસેથી ભંડોળ મેળવવાના આહ્વાન વચ્ચે લગભગ 200 દેશોના પ્રતિનિધિઓ, વેપારી નેતાઓ, આબોહવા વૈજ્ઞાનિકો, પત્રકારો અને અન્ય નિષ્ણાતો અને હિતધારકો આ પરિષદમાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.