મે 14, 2025 2:12 પી એમ(PM)

printer

અજાણતા પાકિસ્તાની હદમાં જતા રહેલા BSFના જવાન ભારત હેમખેમ પરત ફર્યા

ગત 23 એપ્રિલના રોજ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા બાદ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરાયેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાન, પૂર્ણમ કુમાર શો, આજે સવારે પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે.
BSF ના સૂત્રોએ અમારા જલંધર સંવાદદાતાને આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે શ્રી પૂર્ણમ કુમારને અમૃતસરમાં અટારી જોઈન્ટ ચેક પોસ્ટ દ્વારા સોંપવામાં આવ્યા હતા. સોંપણી શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી. જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે તેઓ સરહદ પર કામ કરતા ખેડૂતોનું રક્ષણ કરવાની ફરજ બજાવતાં હતાં.