જુલાઇ 2, 2025 1:53 પી એમ(PM)

printer

અચાનક થતાં મૃત્યુનો કોવિડ-19ની રસીઓ સાથે કોઇ સંબંધ નહીં હોવાનું અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું હોવાની આરોગ્ય મંત્રાલયની જાહેરાત

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા દ્વારા કરવામાં આવેલા વ્યાપક અભ્યાસોએ કોવિડ-19 રસીઓ અને કોવિડ-19 પછી પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત કર્યો નથી. મંત્રાલયે નોંધ્યું હતું કે આઇ. સી. એમ. આર. અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો પુષ્ટિ કરે છે કે ભારતમાં કોવિડ-19 રસીઓ સલામત અને અસરકારક છે, જેમાં ગંભીર આડઅસરોના અત્યંત દુર્લભ કિસ્સાઓ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.