અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) નું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે. પ્રથમ દિવસે, કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, કેન્દ્રીય કાર્યકારી સમિતિની બેઠક આજે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાશે, જ્યારે AICC અધિવેશન કાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
Site Admin | એપ્રિલ 8, 2025 8:19 એ એમ (AM)
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે