અખિલ ભારતીય કંઠ્ય સંગીતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અંધજન કલ્યાણ મંડળ રાજકોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શાસ્ત્રીય સંગીત, વિભાગ – બ અને ફિલ્મી સંગીત, વિભાગ–બ માં રાજેશ ઠાકોરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. જ્યારે સુગમ સંગીત, વિભાગ – અ માં યુગ મકવાણા પ્રથમ ક્રમે રહ્યા છે. બીજી તરફ સુગમ સંગીત, વિભાગ– બમાં ભરત સોલંકી બીજા ક્રમે, જ્યારે વિભાગ – અ માં રિતુ ઉભડિયા – ત્રીજા ક્રમે રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:36 પી એમ(PM)
અખિલ ભારતીય કંઠ્ય સંગીતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન