જાન્યુઆરી 8, 2026 7:18 પી એમ(PM)

printer

અખંડ ઓમકારના જાપ સાથે પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આજથી આરંભ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આરંભ થયો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી શ્રી શેખાવતે સોમનાથ મંદિરને શક્તિનું પ્રતિક ગણાવ્યું.
આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.