જુલાઇ 16, 2025 2:32 પી એમ(PM)

printer

અંબિકા નદી પર આવેલા ‘નંદી ઉતારા’ બ્રિજ પર ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો

સાપુતારા-વઘઇ રોડ વચ્ચે સાકરપાતળ ગામ નજીક અંબિકા નદી પર આવેલા ‘નંદી ઉતારા’ બ્રિજ પર ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરી, રોડ સમારકામ તેમજ બ્રિજ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામા આવી છે.