ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 3:45 પી એમ(PM)

printer

અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિક્સાવવા માટે રાજ્ય સરકારે એક હજાર 632 કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો

અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિક્સાવવા માટે રાજ્ય સરકારે એક હજાર 632 કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કાનું કામ ટુંક સમયમાં શરૂ થઈ જશે, જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે.
માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવો માપદંડ સ્થાપિત કરવાનો છે. યોજના હેઠળ મેળા અને ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા બનાવવામાં આવશે અને શ્રદ્ધાળુ માટે નવી યાત્રી નિવાસ સુવિધા ઊભી કરવામાં આવશે.
આ ઉપરાંત, ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ