અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો. આ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in પર ‘અંબાજી પ્રસાદમ કીટ’ નામની એક કીટ લોન્ચ કરાઇ છે. આ કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો સામેલ છે. અગાઉ પણ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન ઓર્ડર પર મળતો હતો. પણ તે કુરિયર દ્વારા પહોચતો હતો ને જે ગામડામાં કુરિયર ન પહોચતા હોઈ મંદિર ટ્રસ્ટે પોસ્ટ ઓફિસ સાથે સમજૂતી કરાર -એમઓયુ કર્યા છે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 3:02 પી એમ(PM)
અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો.