અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે. સમગ્ર દેશમાંથી માઇ ભક્તો માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી રહ્યાં છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાના બીજા દિવસે 3 લાખ 58 હજાર 239 માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા, 26 લાખ જેટલી ભંડારાની આવક થઈ હતી. જ્યારે માંઇ ભક્તોએ કરેલા 4.860 ગ્રામ સોનાના દાનની આવક પણ મળી હતી.
પગપાળા આવતા સંઘો અને યાત્રિકો માટે અનેક સ્થળે વિસામા કેન્દ્ર કાર્યરત છે, ભોજન પાણી મેડિકલ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે, આરોગ્ય વિભાગ દ્વારા ની:શુલ્ક સારવાર આપવામાં આપી રહી છે.
પાટણથી અંબાજી જવા પગપાળા યાત્રા સંઘોથી અંબાજી તરફ જતાં તમામ માર્ગો ઉપર પદયાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 9:28 એ એમ (AM)
અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે
