અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમનાં મેળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું. તેમણે સેવા છાવણીઓની મુલાકાત પણ લીધી. ત્યારબાદ શ્રી સંઘવીએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય નિયંત્રણ ખંડ ખાતે CCTVથી થતી દેખરેખના કામની સમીક્ષા કરી.
કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. ટૅક્નોલૉજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં યાત્રાળુઓ ભય વગર હરીફરી શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવા બદલ શ્રી સંઘવીએ વ્યવસ્થાને બિરદાવી. ગઈકાલે તેમણે અંબાજી મંદિરમાં દર્શન કર્યા. તેમજ ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 4:57 પી એમ(PM)
અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમનાં મેળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું