ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શન કરી રહ્યા છે, ગઇકાલે મેળાના પાચમાં દિવસે 30 લાખથી વધુ ભક્તોએ માંના દર્શન કર્યા હતા.અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. જેમાં અંબાજી માતાજીની આકૃતિ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્દભુત રચનાઓ બની હતી. ડ્રોનના દૃશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.મેળા દરમિયાન સફાઈની જવાબદારી નિભાવવા ખડે પગે રહેલા સફાઈકર્મીઓનું સન્માન કરાયું હતું
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 9:30 એ એમ (AM)
અંબાજી ખાતે અત્યાર સુધીમાં 30 લાખ જેટલા ભક્તોએ માતાના ચરણોમાં શિશ ઝુકાવ્યું, સફાઇકર્મીઓ ઉપર પુષ્પ વર્ષા કરાઇ