ભાદરવી પૂનમનો અંબાજી માતાનો મેળાના આરંભ મંગળા આરતી સાથે થયો છે. આ મેળાના આરંભ સાથે જ વહેલી સવારથી અરવલ્લીની ગિરિમાળાઓ જય મારી અંબેના નાદ સાથે ગુંજી રહી છે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
જિલ્લા કક્ષાની 29 સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે. અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન 30 લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા તંત્ર માઇ ભક્તોને આવકારી રહ્યું છે. આ વખતે દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જ્યારે પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે.
મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ માટે રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વૉટરપ્રૂફ ડોમની સુવિધા કરાઇ હોવાનું અંબાજીના અમારા પ્રતિનિધિ જણાવી રહ્યાં છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:20 એ એમ (AM)
અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો આરંભ.
