અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.આ સુવિધા અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં મેળવી શકશે. આ સાથે સુશિક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થધામના દર્શન પણ કરી શકાશે.શ્રી અંબાજી મંદિરથી આ સર્કિટનો આરંભ થશે અને કોટેશ્વરમાં પૂર્ણાહુતિ થશે. યાત્રિકો સરળતાથી આ સર્કિટનો લાભ મેળવી શકે એ માટે અંબાજી શક્તિદ્વાર પાસે પ્રવાસન માહિતી કેન્દ્ર ઉભું કરવામાં આવી રહ્યું છે ત્યાંથી યાત્રિકો આ સર્કિટ અંગે માહિતગાર થશે અને નોંધણી કરાવી શકશે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:44 એ એમ (AM)
અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા-તીર્થ દર્શન સર્કિટથી આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે
