ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરાય છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠમાં આજે એક સાથે એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાતાં વિશ્વવિક્રમ સર્જાયો.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજના બનાસકાંઠાના અંબાજી એકમ દ્વારા યોજાયેલા કાર્યક્રમ બાદ આ તમામ કન્યાઓને ભેટ સ્વરૂપે ચણિયાચોળી અને શ્રૃંગારની સામગ્રી અપાઈ. મંદિરના ચાચર ચોકમાં પહેલી વાર બનેલા આ ઐતિહાસિક પ્રસંગને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતાં વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર પણ એનાયત કરાયું છે.
ભાવનગરમાં શક્તિધામ ભંડારિયામાં આઠમ નિમિત્તે હવન યોજાશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હવનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
નર્મદામાં રાજપીપળા ખાતે નવરાત્રિ નિમિત્તે 425 વર્ષ પૌરાણિક પ્રાચીન હરસિદ્ધિ માતાજીના મંદિરે આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. નવરાત્રિના નવ દિવસ માતાજીની છ સવારીનાં દર્શન થાય છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા આવતીકાલ સુધી નવરાત્રિ ગરબા ઉત્સવનું આયોજન કરાયું છે. ચોપાટી મેદાન ખાતે યોજાયેલા મહોત્સવમાં પ્રસિદ્ધ કલાકારો રાત્રે નવથી 12 વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 7:01 પી એમ(PM)
અંબાજીના ચાચરચોકમાં ઐતિહાસિક એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન થતાં વિશ્વ વિક્રમ સર્જાયો